Total Pageviews

Wednesday, 15 February 2012

હસતાં રહો

જીવન માં મુશ્કિલો અનેક હોય છે ,
પરંતુ તે દરેક નો એક રસ્તો હોય છે,
અને તે રસ્તો તેનેજ મળે છે,
જેનો ચહેરો હમેશાં હસતો હોય છે..

Wednesday, 1 February 2012

રમકડાં

નાનપણ થી રમતાં હતાં જેનાથી,
એવા સુંદર રમકડાં,
રમનાર રહે છે એ જ, બદલાય છે ફક્ત રમકડાં.
જાતે રમતાં શીખવે, એવા નિર્દોષ છે રમકડાં,
મારું, લાગણી, સાચવણ પણ શીખવે છે રમકડાં.
દુનિયાં માં ધારીને જુઓ, અદભૂત અવનવા છે રમકડાં,
ભેદભાવ ને ઊંચનીચ, એ નથી શીખવતા રમકડાં.
રોજ બીજાને માટે જીવે, એને કહેવાય રમકડાં,
યાદ કરીને જુઓ, કેટલું શીખવી ગયા રમકડાં,
તોય હજુ નથી શીખ્યા, આ માનવરૂપી રમકડાં.

Tuesday, 22 November 2011

રહસ્યમયી કૂવો

મિત્રો આજે હું રહસ્યમયી કૂવા ની વાત લઇ ને આવી છું.. તે કુવો  માણેક ચોક માં એક પોળ આવેલી છે જેનું નામ નાગજી ભુદર ની પોળ  છે .. તે પોળ માં શે નું ડહેલુ આવેલું છે તેમાં છે ... 
તે કૂવા માં 100 વરસ થી લઇ ને અત્યાર સુધી પાણી નથી સુકાયું.. અને તેમાં ઘણા વરસો પહેલા પાણી છલકાઈ ને બહાર આવતું  હતું એટલે બધા પોળ ના લોકો એ ભેગા થઈ ને માતા લક્ષ્મીજી ની મૂર્તિ ની સ્થાપના કૂવા માં  કરી ને ત્યાર પછી કૂવા નું પાણી ચમત્કારીક રીતે ઓછુ થવા લાગ્યું અને માતા લક્ષ્મીજી ના પગ સુધી પાણી ઓછુ થઇ ગયું અને આજ સુધી માતા જી ના પગ થી પાણી નું સ્તર વધ્યું નથી.. અત્યરે તે કૂવા ને લાકડા મૂકી ને ઢાંકી દેવામાં આવ્યો છે.. કુવાનો આકાર પગરખા જેવો છે એટલે બધા નું માનવું છે કે તેથી જ પાણી માતા જી ના પગ સુધી જ છે. બીજી એક વાત તો કહેવાની રહી જ ગઈ કે માતા જી ની સ્થાપના કરી એ પહેલા જયારે પાણી છલકાતું હતું ત્યારે તેમાં થઈ એક વાર વેતીયા પણ નીકળેલા..આજે એ કુવો બંધ છે પણ પાણી તેમાં બારેમાસ ભરેલું રહે છે અને માતા જી ના પગ જેટલું જ પાણી ભરેલું છે.. તો ક્યારેક તમે પણ ફરી આવજો આ પોળ માં  અને આ કૂવા ને  અને ટાંકું ને જોઈ આવજો.. કૂવા ને તો ની જોઈ શકો કેમ કે તે hal માં બંધ કરી દેવામાં આવ્યું  છે પણ ટાંકાં ને જરૂર થી જોઈ શકશો..  :)
 

Sunday, 20 November 2011

રહસ્યમયી ટાંકું

મિત્રો આજે  હું  એક એવી વાત લઈ ને આવી છુ જેની વિશે હજી સુધી તમને ખબર નહી હોય ...જે  લોકો અમદાવાદ માં રહેતા હશે તેમને માણેક ચોક નામ જરૂર થી સાંભર્યું હશે... ખાણી- પીણી માટે ની જાણીતી જગા એટલે માણેક ચોક ..
 માણેક ચોક માં એક પોળ આવેલી છે જેનું નામ નાગજી ભુદર ની પોળ  છે .. તે પોળ માં શે નું ડહેલુ આવેલું છે તેમાં અંદર વાસણ બજાર આવેલું છે.
વાસણ બજાર માં જે છેલ્લી દુકાન છે તેની પાસે એક સીડી નીચે ટાંકું આવેલું છે તેમાં પાણી ભરેલું છે .. હવે તમને થશે કે ટાંકાં માં તો પાણી જ ભરેલું હોય ને .. પણ તમને એ વાત ની નથી ખબર કે તે ટાંકાં માં અત્યાર સુધી પાણી ભરેલું ને ભરેલું જ છે .. તેમાં પાણી ક્યારેય ઓછુ નથી થતું. ગમે તેટલું પાણી કાઢો તો પણ ટાંકું આખું ભરેલું જ રહે છે.. પણ હા આજ સુધી પાણી ક્યારેય પણ છલકાઈ ને બહાર નથી આવ્યું..
ત્યાં ના લોકો કહે છે કે ઘણા વરસો પહેલા એક વાર પોળ માં પાણી અઠવાડિયા સુધી નોહ્તું આવ્યું તો પોળ ના બધા જ લોકો એ ટાંકા માં થી પાણી વાપરતા હતા.. તો પણ પાણી ખૂટ્યું નોહ્તું.. પાણી ક્યાંથી આવે છે એ તો કોઈ ને ખબરથી. પણ હા હજી પણ તે ટાંકાં માં પાણી આટલાં વરસો પછી પાણી ભરેલું જ છે અને ભરેલું જ રહેશે..
આ તો થઇ રહસ્યમયી ટાંકાંની વાત . બીજી વાત છે એક કુવા ની એ પણ રહસ્યમયી કુવો છે તે કુવો પણ આ જ પોળ માં આવેલો છે.. તેની વાત હું મારા પછી ના પોસ્ટ માં કહીશ ત્યાં સુધી મને રજા આપશો.. :)

દીકરી ની વિદાય

આટઆટલા વરસો જેને રાખ્યું ઘર હૂંફાળું
મહેંદી મૂકી ચાલ્યું આજે ઘર નું એ અજવાળું
દીકરી જતા એમ લાગતું
ગયો ગોખ થી દીવો
નઈ સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતા સઘળું થઇ જાતું રજવાડું
મહેંદી મૂકી ચાલ્યું આજે ઘર નું એ અજવાળું
રંગોળી માં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જશે
ઘર ની આ મિરાત
આંસુ થી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
 મહેંદી મૂકી ચાલ્યું આજે ઘર નું એ અજવાળું

Friday, 18 November 2011

Shu Kari a???

Yaad tamari satave to shu kari a?
Raah tamari satave to shu kari a?
Mann Ane Hriday vachhe taal nathi besto,
Dhadkan tamari satave to shu kari a?
Kyarey lalch nathi rakhi milan ni,
Eklta tamari satave to shu kari a?
Janam divas amaro vat j java do ne,
Tarikh tamari satave to shu kari a?
Safar kyare puri thashe muj rah no?
Manzil tamari satave to shu kari a?
Ibadat ma pan have mann nathi lagtu,
Chaukhat tamari satave to shu kari a?
Abol na bol,
Chah tamari satave to shu karia?
Kon jane aatma ne kono valgad che?
Abol na bol,
Chah tamari satave to shu kari a?






















Swarg me pravesh.....

Swarg ke dwar pe 3 log khade the....

God : Sirf 1 hi andar ja sakta hai....


1st : Main mandir ka pujari hu, sari umar aapki seva ki hai. Swarg pe mera hak hai.... Bhagwan Kuch Nahi bole


2nd : Main Doctor hu, sari umar logo ki seva ki hai. Swarg pe mera haq hai.... Bhagwan Kuch Nahi bole


3rd :
Main sari umar Private Company mein kam kiya hai.... ......
Bhagwan Bole : Bus......... aage kuch mat bol..... Rulaayega kya pagle..? Andar aa ja......... Tere forwarded mails, follow-ups, promotion nahi milne ka wo 6 saal, month end, quarter end, year ends me woh night shifts, data nahi milne se doosra departments se panga, CTC se zaada deductions, raat me ghar jane ka lafda, family ko na time dene ki frustrations, boss se meetings, delivery dates, week ends mein
kaam etc etc..... mere ko senti kar diya re....aja andar aja..........